iBetting
sports

Vaibhav Suryavanshi: IPL બાદ વૈભવ સૂર્યવંશીની બ્રાન્ડ વેલ્યુમાં બમ્પર ઉછાળો, ફી બમણી !

જ્યારે રાજસ્થાન રોયલ્સે વૈભવ સૂર્યવંશીને પોતાની ટીમમાં સામેલ કર્યો ત્યારે તે માત્ર 13 વર્ષનો કિશોર હતો. એ સમયે ક્રિકેટ જગતમાં તેની રમત કરતાં વધુ ચર્ચા તેની નાની ઉંમરને લઈને થતી હતી. પરંતુ, ખૂબ જ ટૂંકા ગાળામાં આ વંડરકિડે પોતાની વિસ્ફોટક બેટિંગથી વિશ્વભરના દિગ્ગજોને ચોંકાવી દીધા છે.

IPL 2026માં કર્યુ ધમારેદાર પર્ફોમન્સ

પોતાની ડેબ્યુ સીઝનમાં જ માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રમનાર આ યુવા બેટ્સમેને આઈપીએલ 2026 (IPL 2026) માં પણ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. આ શાનદાર પ્રદર્શન બાદ ક્રિકેટના મેદાનની બહાર પણ વૈભવનો દબદબો વધ્યો છે અને તેની બ્રાન્ડ વેલ્યુમાં જોરદાર ઉછાળો આવ્યો છે.

જાહેરાતની દુનિયામાં વધી વૈભવની બોલબાલા

રાજસ્થાન રોયલ્સે વૈભવને 1 કરોડ 10 લાખ રૂપિયાની કિંમતે ખરીદ્યો હતો, ત્યારે અન્ય ફ્રેન્ચાઈઝીઓ તેની આ અસાધારણ પ્રતિભાથી અજાણ હતી. રમતગમતના નિષ્ણાતોનું માનવું છે કે જો આજે ફરી હરાજી (Auction) થાય, તો વૈભવને આરામથી 20 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી શકે છે. જોકે, રાજસ્થાન હવે આ મેચ-વિનર ખેલાડીને કોઈપણ કિંમતે છોડવા માંગશે નહીં. આ દરમિયાન જાહેરાતની દુનિયામાં પણ આ યુવા સ્ટાર પર પૈસાનો વરસાદ શરૂ થઈ ગયો છે અને દેશ-વિદેશની ઘણી મોટી બ્રાન્ડ્સ તેની સાથે કરાર કરવા માટે લાઈનમાં ઊભી છે.

વૈભવની એન્ડોર્સમેન્ટ ફી થઈ ડબલ!

મીડિયા અહેવાલો અને એડવર્ટાઈઝિંગ ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર:

IPL 2026 પહેલાની ફી: વૈભવ સૂર્યવંશી કોઈપણ એક બ્રાન્ડ ડીલ માટે આશરે 1 કરોડ રૂપિયા ચાર્જ કરતો હતો. તેણે રેડ બુલ (Red Bull) અને કોમ્પ્લેન (Complan) જેવા જાણીતા બ્રાન્ડ્સ સાથે આ જ કિંમતે કરાર કર્યા હતા.

વર્તમાન ફી: શાનદાર આઈપીએલ સીઝન બાદ હવે તેની ફી સીધી બમણી થઈ ગઈ છે. તે હવે દરેક જાહેરાત માટે 2 કરોડ રૂપિયા સુધીની રકમ વસૂલી રહ્યો છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે.

IPL 2026 માં વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક પ્રદર્શન

વૈભવ સૂર્યવંશી આ સીઝનમાં સૌથી વધુ રન બનાવીને 'ઓરેન્જ કેપ' (Orange Cap) જીતવામાં સફળ રહ્યો હતો. આ ઉપરાંત તેણે લીગનો સૌથી પ્રતિષ્ઠિત 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર' (MVP) એવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. આ સિવાય તેને 'ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન' અને 'સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન' જેવા એવોર્ડ્સથી પણ નવાજવામાં આવ્યો હતો.

વૈભવની શાનદાર સફર:

  • કુલ મેચ/ઈનિંગ્સ: 16 ઇનિંગ્સમાં શાનદાર બેટિંગ
  • કુલ રન: 776 રન
  • સદી/અડધી સદી: 1 સદી અને 5 અડધી સદી
  • નર્વસ નાઇન્ટીઝનો શિકાર: પ્લેઓફની બંને મેચોમાં તે સદી ચૂકી ગયો હતો. તે એલિમિનેટરમાં 97 રને અને ક્વોલિફાયર-2માં 96 રને આઉટ થયો હતો.


ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

વૈભવ આઈપીએલના ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. તેણે આ સીઝનમાં કુલ 72 સિક્સર ફટકારીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ પહેલા વર્ષ 2012માં વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિસ ગેલે 59 સિક્સર ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો.

આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?

Original source: sandesh.com →